Posts

volleyball 2018 ટુર્નામેન્ટ જગુદણ

જગુદણ વોલીબોલ ટુર્નામેન્ટ 2018  બધાજ રમતપ્રેમી લોકોને આ ટુર્નામેન્ટ માં ભાગ લેવા હાર્દિક આમંત્રણ છે. ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો  ટુર્નામેન્ટ સ્થળ ગણપતિ મંદિર ની સામે, પંચવટી,  ગામ - જગુદણ, તા-જી – મહેસાણા, ૩૮૨૭૧૦ ·       contact ૧.હિતેશ જે.પટેલ - 7383758118 ૨.કેતુ ડી.પટેલ - 9104882065 ૩.ધ્રુવ એસ.પટેલ - 7096721001 ૪.ધ્રુદીપ આર.પટેલ - 9574053368 ૫.શિવમ આર. પટેલ - 7046175520 ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો 

જગુદણ રેલવે લાઈન પર શેનું ચાલી રહ્યું છે કામ ?? શું છે DFC ? જગુદણ ને શું ફાયદો ?? - Western DFC Gujarat

Image
      છે લ્લા કેટલાક સમય થી જગુદણ ના રેલવે સ્ટેશન પાસે કામ ચાલી રહ્યું છે આ કામ અમદાવાદ થી જગુદણ સુધી ની રેલવે લાઈન પાસે ચાલી રહ્યું છે અને જગુદણ થી વળી જાય છે....ગામ માં આ કામ વિશે અલગ અલગ તર્કો ચાલી રહ્યા છે ... તો જાણો આ શેનું કામ ચાલી રહ્યું છે ..અને Dedicated Freight Corridor (DFC ) "ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન (સમર્પિત માલ કોરિડોર )"    હા, આ કામ રેલવે સબંધિત છે। ..ભારત માં દરરોજ 2 કરોડ 30 લાખ લોકો ભારતીય રેલ નો ઉપયોગ કરે છે. અને 30 લાખ ટન થી  વધુ માલ એક જગ્યા એ થી બીજી જગ્યા એ લઇ જવામાં આવે છે. ભારતની હાલ ની રેલવે લાઈનો પર જરૂર થી વધુ દબાણ છે જે યાત્રીઓ અને માલપરીવહન માટે મોટી કસોટી છે. ભારતમાં સડક માર્ગો નું પ્રભુત્વ વધી રહ્યું છે જેના કારણે રેલવે થી થતી માલ હેરફેર ઓછી થઇ છે. 1950-51 માં 86% માલ ની હેરફેર રેલવે થી થતી હતી જે હવે 2011-12 માં 36% થઇ ને ગઈ છે.  આ કારણોસર ભારત સરકારે  30 ઓક્ટોબર 2006 એ DFC (સમર્પિત માલ કોરિડોર) ની શરૂઆત કરી. ઉદેશ :- યાત્રી અને માલ બંને નું સંચાલન અલગ અલગ કરવું..  પ્રથમ ચરણ માં બે કોરિડોર બનાવવાનું નક

જગુદણના પુસ્તકાલય ની આવી દશા ? કોણ છે જવાબદાર ? All about Jagudan library...

Image
શુ જગુદણ માં પુસ્તકાલય છે ? library છે ?   આ સવાલ છે આજે અમુક જગુદણ ના લોકો નો. મોટા ભાગના લોકો ને એ ખબર જ નથી કે જગુદણ માં એક સરકારી પુસ્તકાલય છે. જેને ખબર છે તેઓ કાંતો ઘરડા છે અથવા પુસ્તકાલય ની આજુબાજુ રહે છે. બાકીના વિસ્તાર માં રહેતા લોકો ને એમાંય ખાસ કરીને યુવા પેઢીને ખબર જ નથી કે જગુદણ માં પુસ્તકાલય છે અને તે પણ સરકારી છે. સરકાર દ્વારા મફત પ્રાપ્ત થતા બધા જ સામાયિકો, સાપ્તાહિકો અને માસિક પુસ્તકો આ પુસ્તકાલય માં આવે છે.તો ચાલો આજે આ ખોવાઈ ગયેલા પુસ્તકાલય ને અંદર થી નીરખીયે..... ઇતિહાસ     આ પણું પુસ્તકાલય ખુબજ જૂનું છે તેનું બાંધકામ 1952-1956 ની વચ્ચે કરવા માં આવ્યું હતું. તે વખતે ગામ ના બે દાતાઓ ,સરકાર ની મદદ,અને મહેસાણા જિલ્લા લોકલ બોર્ડ ની મદદ થી 10,000 રૂપિયા ભેગા કરીને  આ પુસ્તકાલય ઉભું કરવામાં આવ્યું હતું. એ વખત ના મોઘામૂલા 10000 રૂપિયા ખર્ચી ને બનાવાયેલુ  આ પુસ્તકાલય આજે પણ આપણા પૂર્વજ કાલ  ના શિક્ષણ માટે કેટલા ચિંતિત હતા તેની સાક્ષી પુરે છે. ગામ ભણે વાંચે આગળ વધે એવો એમનો પ્રયત્ન રહ્યો હશે. વિશિષ્ટતાઓ            બહાર થી ખરાબ દેખાતા આ પુસ્તકલાય માં શુ

કે કેવું છે મારુ જગુદન ? :- Poem on Jagudan

Image
વહેલી પરોઢિયે ઊઠયો હતો , ને સુરજ જોઈ વિચારતો હતો, લાવ ને કહું મારા ગામ વિશે બે વચન , કે કેવું છે મારુ જગુદન ? જ્યાં સુરજ ઉગે સોનાનો , ને રાત થાય રૂપની , જ્યાં આખો ' દિ હોય મહેનત ની લગન, એવું છે મારુ જગુદન.. અહીં ખેતરો છે ગામ માં , ને ઉદ્યોગો પણ કતારમાં, જ્યાં સતત ચાલે ઘરમાં ચુલાનું સ્પંદન, એવું છે મારુ જગુદન ... અહીં નથી એકેય નદી , કે નથી એકેય વન, તોયે થઇ જાય સાવજ થઇને ફરવાનું મન, એવું છે મારુ જગુદન ... અહીં પુરુષ માં પુરુષાર્થ વધુ , ને મહિલા ને માન વધુ, જ્યાં બાળકોનો વિશ્વાસ આંબે ગગન, એવું છે મારુ જગુદન ... અહીં વીરપુરુષ ને માન મળે , ને દેવાલય ને દાન મળે, જ્યાં દુરાચારી નું થાય છે મર્દન, એવું છે મારુ જગુદન ... અહીં સજ્જન સાથે ગામ, તોયે એને પણ લગામ, દુર્જનોને દેખાડે ગામ દર્પણ, એવું છે મારુ જગુદન ... અહીં વૃદ્ધો પાસે જ્ઞાન , ને વિદ્યાર્થી પાસે વિજ્ઞાન, જ્યાં યુવાન હોય કામ માટે થનગન, એવું છે મારુ જગુદન ... અહીં ઉત્સવોના છે રંગ , ને વાય મસ્તીના પવન, જ્યાં થાય વારંવાર જવાનું મન, એવું છે મારુ જગુદન ...   સાંજ પડી કામ માં ને ફરવા નીકળ્યો ગા

જગુદણ માં ડિજિટલ પાણી....પાણીનું એટીએમ ...પ્રગતિ તરફ વધુ એક પગલું..

Image
               હમણાં જ થોડા દિવસો પહેલા જગુદણ ની પ્રગતિ ના આકાશમાં વધુ એક તારો ઉમેરાયો છે. હવે જગુદણ વાસીઓ માટે ડિજિટલ પાણી ની સગવડ થઇ ગઈ છે. મિનરલ પાણી ની વ્યવસ્થા તો પહેલેથી ગામ માં હતી જ પરંતુ તેમાં જરૂરી એવા ફેરફાર કરી ને તેને ડિજિટલ ટેક્નોલોજી જોડે જોડી ને પૈસા અને પાણી બંને ને વેડફાતા બચાવવા માટે જગુદણ ગ્રામપંચાયતે આ અમુલ પગલું ભર્યું છે. વિગતવાર કાર્યપદ્ધત્તી  ગામવાસીઓ ને એક કાર્ડ આપવામાં આવશે જેનો ચાર્જ રહેશે 160  રૂપિયા , જેમાં તેમનું પહેલા મહિનાનું 100 રૂપિયાનું રિચાર્જ અને કાર્ડના 60 રૂપિયા નો સમાવેશ થાય છે. card for water કાર્ડ મળ્યા બાદ તેમને ગામના મિનરલ વોટર પ્લાન્ટ એ જવાનું રહેશે અને પોતાનું કાર્ડ ત્યાં રહેલા બે મશીન માંથી ગમે તે એક મશીન માં સ્કેન કરવાનું રહેશે.  પહેલું મશીન 10 લીટર અને બીજું મશીન 20 લીટર પાણી આપશે. two machines કાર્ડ સ્કેન કરતાજ નીચેના નળ માંથી પાણી આવવા લાગશે અને 10 લીટર કે  20 લીટર થઇ જતા જાતેજ બંધ થઇ જશે. 10 લીટર ના મશીનમાંથી 2 રૂપિયા અને 20 લીટર ના મશીનમાંથી 4 રૂપિયા કપાશે. place where water will available આમ 100

જગુદણ માં મણીબાપા નો ભવ્ય વિજય .... જુઓ ચૂંટણી પરિણામ ની વિશેસ વિગતો ..

Image
જગુદણ ગામની ચૂંટણી ના પરિણામો આવી ગયા છે અને તેમાં મણીભાઈ ભીખાભાઇ પટેલ નો ભવ્ય વિજય થયો છે અને જગુદણ ગામ ની જનતાએ તેમને સરપંચ તરીકે નીમ્યા છે. ઉમેદવારો ને મળેલા વોટ નીચે મુજબ છે  મણીભાઈ પટેલ (નવા સરપંચ ) :- 1164 વોટ   કાળજી ઠાકોર :- 1063 વોટ   રાજેશભાઈ પટેલ :- 815 વોટ અશોકભાઈ પટેલ :- 134 વોટ    હાલ ગામલોકો દ્વારા કહેવાય રહ્યું છે કે મણીબાપા એ એમની ભવ્ય વિજય  નો શીરો ચૂંટણી પરિણામ પહેલા જ બનાવી દીધેલ છે તો ચાલો તમે પણ નવા સરપંચ ની ખુશી માં ભાગીદાર થવા ...... હાસ્ય .....આભાર  જગુદણ ની જનતા તરફથી બીજા ઉમેદવારો ને આશ્વાસન અને  મણીબાપા ને ખુબ ખુબ અભિનંદન ..

જગુદણ ગામ માં ચૂંટણી ની સ્પર્ધા માં સૌથી આગળ પડતા ચૂંટણી ચિહ્નો..

Image
જગુદણ ગામ માં સરપંચ ની ચૂંટણી નો માહોલ છે. દરેક ઉમેદવાર ને પોતાના ચિહ્નો મળી ગયા છે. પરંતુ નીચેના ત્રણ ઉમેદવારો ના ચિન્હો સરપંચ ની ચૂંટણી ની સ્પર્ધા માં સૌથી આગળ પડતા છે.  જે નીચે મુજબ છે. 1) રાજુભાઈ પટેલ :- દૂરબીન  2) મણીભાઈ પટેલ :- સૂટકેસ  3) કાળાજી ઠાકોર :- કુકર  આ સિવાય બીજા પણ ઉમેદવાર અપક્ષ તરીકે અને વોર્ડ વાઇસ ઉભા રહ્યા છે પરંતુ જગુદણ નું વાતાવરણ જોતા ઉપરના ત્રણ ઉમેદવાર હાલ હરીફાઈ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે, હવે આ ચૂંટણી નું સુ પરિણામ આવે છે એ સમય જ બતાવશે. તો કયું ચિન્હ તેના ઉમેદવાર ને જીતાવશે  ચૂંટણી નો જંગ....નીચે કોમેન્ટ કરો.....

Library

Image
         My village also has one library known as "Jagudan Sarvajanik Pustakalaya ". This library was built in 1952 means it is too old. Most people think that it doesn't make seance but it proves that old villagers of jagudan worried about our education. means they believed that this library will improve future's education.        Unfortunately , new generation of village avoid to go library even most teenagers of village have doubt that "is there any library in village?". This is very disappointing situation for library. Hardly two or three persons regularly go to library but only to read newspaper. Management of library is also very poor. I was shocked when I found there is no electricity in library.      At other side there are lots of book in library. here lots of means pantry of books even you can't count it in one day. all type of books are available in library. There are lots of old books even new books in library. Many magazines also avail